"આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો" - સુરત

તાલુકાને સશકત કરવા માટે જિલ્લા ટીમની જેમ તાલુકાની સક્ષમ ટીમનું નિર્માણ કરવાની અને તાલુકો વિકાસની દીવાદાંડી બને તેમજ સારા વહીવટ માટે તાલુકા કક્ષાએ ઝુંબેશોનું સંસ્થાકીયકરણ થાય તે હેતુથી "Maximum Governance Minimum Government" ના સિદ્બાંતનું અનુરૂપ "આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો" નો અભિગમ અમલી બનાવેલ છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો - એ સત્તાના વિકેન્દ્રીકરણને મૂર્તિમંત કરતું અગત્યનું સોપાન છે. આ અભિગમ દ્વારા રાજયમાં વસતા છેવાડાના માનવી સુધી ઝડપથી અને નિવાસથી નજીકમાં નજીકના સ્થળે સેવા પૂરી પાડવાનો પ્રયાસ છે. તદઉપરાંત તાલુકા કક્ષાએ જ આયોજન અને અમલીકરણ તેમજ વહીવટી પ્રક્રીયા યાને વિશેષ ગતિશીલ, અસરકારક, પરિણામલક્ષી, સરળ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવાનો છે, પ્રજાના તમામ પ્રશ્નો અંગે તાલુકા કક્ષાએ જ રજુઆત, વિચારણા અને તેના નિરાકરણની સુર્દઢ વ્યવસ્થા ગોઠવવાની છે"

Android Appliction GoG2CS

GoG2CS(ગવર્નમેંટ ઓફ ગુજરાત ૨ સિટીજન સર્વિસ) અન્દ્રોઈડ એપ્લિકેશન ના માદયમથી તાલુકા મા ચાલતા એટીવીટીના કામો જેવા કે માર્ગ યોજના,ગટર યોજના,ઘન કચરા નિકાલ યોજના તેમજ પાણી પુરવઠા યોજનાના કામો અંગેની માહિતી અને કામોનુ મોનિટરિંગ થાય છે.અન્દ્રોઈડ એપ્લિકેશન અને સેટેલાઇટ(GPS)ના માદયમથી કામોનુ સ્થળ(Longitude,Latitude)અને સ્થળ ની માપણી સચોટ પણે થઈ શકે છે અને તેનુ મોનિટરિંગ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રી દ્વારા કરવામાં આવે છે.એટીવીટીની ઓનલાઇન વેબસાઇટની મદદથી જાહેર જનતા પણ તેમના ગામમાં મુંજૂર થયેલ કામોની માહિતી જાણી અને અન્દ્રોઈડ એપ્લિકેશનની મદદ થકી એટીવીટી ના કામોને લગતા પ્રશ્નો અને કમપ્લેઇન અધિકારીશ્રીને ઓનલાઇન અપડેટ કરી શકે છે.

 

ATVT-Projectમાર્ગ યોજના

  • સિમેન્ટ રસ્તા
  • ડામર રસ્તા
  • પેવર બ્લોક

પાણી પુરવઠા યોજના

  • ટાંકી અને પાઇપ લાઈન મારફતે પાણી વિતરણ

ઘન કચરા નિકાલ યોજના

  • હોયડ્રોલિક વાહન
  • કચરા પેટી

ગટર યોજના

  • ગટર લાઇન