"આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો" - એક અભિગમ


આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો - એ સત્તાના વિકેન્દ્રીકરણને મૂર્તિમંત કરતું અગત્યનું સોપાન છે. આ અભિગમ દ્વારા રાજયમાં વસતા છેવાડાના માનવી સુધી ઝડપથી અને નિવાસથી નજીકમાં નજીકના સ્થળે સેવા પૂરી પાડવાનો પ્રયાસ છે. તદઉપરાંત તાલુકા કક્ષાએ જ આયોજન અને અમલીકરણ તેમજ વહીવટી પ્રક્રીયા યાને વિશેષ ગતિશીલ, અસરકારક, પરિણામલક્ષી, સરળ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવાનો છે, પ્રજાના તમામ પ્રશ્નો અંગે તાલુકા કક્ષાએ જ રજુઆત, વિચારણા અને તેના નિરાકરણની સુર્દઢ વ્યવસ્થા ગોઠવવાની છે. પ્રજાના રોજબરોજના વ્યવહારો તેમાંય ખાસ કરીને તેની સગવડ તેમજ સુખાકારીને સ્પર્શતી બાબતોના પ્રશ્નો, રજુઆતનો તાલુકા કક્ષાએ જ સમયમર્યાદામાં નિકાલ થાય તેવા સુર્દઢ વહીવટી માંળખાની રચના કરવાનો આશય છે. તાલુકા ટીમને વધુ સક્રીય, સબળ અને સુગઠીત બનાવવાની છે. તેની સાથે જ તાલુકાની સામાજિક, ભૌગોલિક તથા આર્થિક પરિસ્થિતિ મુજબ જ તેની ક્ષમતા, નબળાઈઓ તથા તકો ધ્યાને લઈને સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસની થીમને આવરી લઈને તાલુકા વિકાસ પ્લાન બનાવવાનો અને તાલુકાના વિકાસને સથવારે રાજયના વિકાસના સુઆયોજનનો પથ નિશ્ચિત કરવાનો છે.તાલુકાને સશકત કરવા માટે જિલ્લા ટીમની જેમ તાલુકાની સક્ષમ ટીમનું નિર્માણ કરવાની અને તાલુકો વિકાસની દીવાદાંડી બને તેમજ સારા વહીવટ માટે તાલુકા કક્ષાએ ઝુંબેશોનું સંસ્થાકીયકરણ થાય તે હેતુથી "Maximum Governance Minimum Government" ના સિદ્બાંતનું અનુરૂપ "આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો" નો અભિગમ અમલી બનાવેલ છે."

"આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો નું હાર્દ"


• સામાજીક અને માળખાકીય સુવિધાઓનું આયોજન

-> તાલુકા આયોજન સમિતિ

-> ગેપ એનાલીસીસ

-> SWOT એનાલીસીસ

-> તાલુકા થીમ પદ્બતિ (જી.આઈ.એસ) આધારીત આયોજન


• સંકલન મોનીટરીંગ અને સેવાઓનું વિતરણ

-> તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિ

-> જુથ (કલસ્ટર) અભિગમ

-> સમાન (કોમન) મેનેજમેન્ટ ઈન્ફોરમેશન સીસ્ટમ

-> જનસેવા કેન્દ્બ


• યોજનાઓનું સરળ અમલીકરણ

-> વિવિધ યોજનાઓનો સમન્વય (કન્વર્ઝન્સ)

-> એકસમાન યોજનાઓનું પૂન:ગઠન (રીસ્ટ્રકચરીંગ)


• ફરીયાદ અને તેનું નિવારણ

-> તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિ

-> તાલુકા સ્વાગત

-> ગ્રામ સ્વાગત


• તાલુકા કક્ષાએ સત્તા સોંપણી

-> પ્રાંત અધિકારીની દેખરેખ અને નિયંત્રણ

-> વિવિધ વિભાગો દ્બારા તાલુકાના અધિકારીઓને સત્તા સોંપણી

-> જનસેવા કેન્દ્બ દ્બારા અરજી સ્વીકાર અને નિકાલ